________________
(૨૨૨ ) અધવચથી જ તે સ્વર્ગ તરફ રવાને થઈ જતો હતો. આ અસુરોનો ત્રાસ હતો. વીર સંવત પ૫ માં એટલે વિકમ સંવત પ૫ માં શત્રુંજય તીર્થને ઉછેદ થઈ ગયો હતો.
સિદ્ધસેન દિવાકરસૂરી વિક્રમ સંવત ૩૦ લગભગમાં સ્વર્ગગામી થયા તે પછી વિકમ પણ એમના માર્ગે ગયા ને થોડા વર્ષો વીત્યા બાદ શત્રુંજય તીર્થ સંવત પ૫ માં ઉછેદ થઈ ગયું. એની એ સ્થિતિમાં એ આખાય સેકે પસાર થઈ ગયો. શત્રુંજયનો અધિષ્ઠાયક કપદયક્ષ પણ પિતાના સાગરીતો સાથે મહામિથ્યાત્વ વૃત્તિવાળો થઈ ગયો હતો. તે તીર્થકરની પ્રતિમાઓની પણ અનેક રીતે આશાતનાઓ કરતો હતો. એની એ દેવશક્તિ આગળ મનુષ્ય શક્તિનું બળ કયાં સુધી ટકી શકે વારૂ !
એ સમયમાં સ્વેચ્છના પણ ભારત વર્ષ ઉપર હુમલા હોવા છતાં મુનિમહારાજાઓ દરેક સ્થળે વિહાર કરી શક્તા હતા. આર્ય કે અનાર્ય દરેક દેશમાં સાધુઓને વિહાર હોવાથી સંભવ છે કે જેન ધર્મ સર્વત્ર પ્રગતિ કરી રહ્યો હતો. સાધુઓ વિહાર કરતા કરતા ઉત્તર હિંદુસ્થાનમાં ને તેથીય આગળ વધીને અરબસ્તાનને અફગાનિસ્તાન તેમજ ઈરાન વગેરે દેશમાં ઉપદેશ આપતા પિતાનું સંયમ પાળી શક્તા હતા.
વિક્રમની બીજી સદીની શરૂઆતમાં કેટલાક સાધુઓ