________________
પ્રકરણ ૨૫ મું
શત્રુંજયના ઉદ્ધારે. દેશ કે વિદેશમાં નર, ધર્મમાં જે નેક છે, આ લેક કે પરલોકમાં નર, એજ જગમાં એક છે; જગતને ઠગવાને માટે, ધર્મનો દંભ કરવાથી શું, લક્ષ્મીની લાલસાને માટે, ધર્મને ડેળ કરવાથી શું. ”
આપણી વાર્તાની શરૂઆત પછી આજ સુધીમાં અર્ધ સદી ઉપરાંત સમય પસાર થઈ ગયો હતો. એ વિકમાદિત્ય કે ભાવડશાહ આજે આ દુનિયામાં નહેતા, સેમચંદ કે સુરચંદ એક પછી એક કાળના હવાલામાં સેંપાઈ ગયા હતા. આજે તો વિકમની પહેલી સદી પણ પૂર્ણ થઈ ગઈ હતી. ને બીજી સદીની શરૂઆત થઈ ગઈ હતી. આજનો સમય આ સારો હોવા છતાં એવા સારા સમયમાં એક વાતની મહાન ખામી જણાતી હતી. આજ કેટલાક વર્ષોથી શત્રુંજય જેવા મહાન્ તીર્થ ઉપર કોઈ યાત્રાળુ જઈ શકતું નહોતું અસુરપ્રવૃત્તિનું બળ એટલું બધુ વધી ગયેલું કે સાહસ કરીને કઈ યાત્રાળુ ત્યાં જવાની હિંમત કરે તે ત્યાં જતાં પહેલાં જ