________________
( ૨૧૯ )
ડાવી એક બીજાની યુક્તિ નાબુદ કરવાની યુક્તિ અજમાવવા લાગ્યા. શાહના પહેલવાન કંસના ચાણુર કે મુષ્ટિકમલ જેવા અલમસ્ત અને જંગે મહાદૂર હતા, ત્યારે જાવડ જો કે પ્રતાપી અને શરીરે રૂષ્ટ પુષ્ઠ છતાં પહેલવાનથી કમ શરીર વાળા હતા. બન્નેનું યુદ્ધ ચાલ્યુ. બધાય આતુરતાથી એ યુદ્ધ નીરખવા લાગ્યા. વિજય કાણુ ભાગ્યવંતને મળે છે એની રાહ જોવા લાગ્યા.
પહેલવાને એકદમ દાવ મળતાં જાવડશાહને કમરમાંથી પકડ્યા. ઉંચા કરી નીચે પટકવા જાય છે ત્યાં તા પેાતાના અન્ને હાથેા પહેલવાનના ગળે દબાવી દીધા, ને પેાતાનું મસ્તક એ વજ્ર સમાન છાતી ઉપર જોરથી અાન્યુ. પહેલવાનને તમર આવ્યા ને હાથ ઢીલા થતાં જાવડશાહ છુટા થયા ને પહેલવાનને પકડી તરતજ જમીન ઉપર અફાળ્યો.
એકવાર જમીન ઉપર પડવાથી પહેલવાન હાર કબુલ કરે તેમ નહેાતુ, જેથી એ મજબુત શરીરનાં હાડ જરા ઢીલાં થાય તાજ યુદ્ધની પુર્ણાહૂતી થાય તેમ હાવાથી ફરી પાછા એક બીજા એક બીજાને જમીન ઉપર નાખતા યુદ્ધ કરવા લાગ્યા. તે દરમીયાન લાગ મેળવી જાવડશાહે પહેલવાનને કમરમાંથી પકડી તરતજ દડાની માફ્ક જોરથી આકાશમાં ઉછાળ્યો. પહેલવાનને આકાશમાં ઉછાળેલા બંધા તાજીમીથી જોઈ રહ્યા, બધાને લાગ્યું કે પહેલવાન નીચે પડતાંજ હવે પૂરો થઇ જશે. ખસ ખેલ ખલાસ થઈ ગયા હતા.