________________
(૨૧૮) શેઠ ! પણ સંભાળજો, તમે વ્યાપાર કરનારા ને આતે લડવે! વિચારીને ડગલું ભરજે.”
“ઘણી જ ખુશીથી નામવર ! આપની એ કૃપા હું આભાર સાથે સ્વીકારું છું.” એમ બોલતાંની સાથે ઉભો થઈ એણે કપડાં કાઢી નાખી એક ચડ્ડી અને શરીર સાથે મજબુત બરાબર બંધ બેસતું બાંડીયુ રાખી પિતાની હમેશની ટેવ પ્રમાણે એક છલાંગ સાથે પોતાની જગ્યાએથી એ પહેલવાનની સમક્ષ કુદી પડ્યો. - એની આ રીતભાત જોઈ બધા દિંગ થઈ ગયા, શાહીરાજાને મોટા મેટા પ્લેચ્છ સરદાર, શૂરવીર અને દ્ધાઓ તાજુબીથી જોઈ રહ્યા. એને જીતનારે સરદાર પણ જે કે સામાન્ય એના બળને જાણતો હતો છતાં આજના બનાવથી તે પણ તાજુબ થયો. બધાય આવા જબર પહેલવાન સાથેના યુદ્ધનું પરિણામ જાણવાને ઈન્તજાર થયા.
બન્ને પહેલવાનેએ આંખો મીલાવી, બન્નેએ એક બીજાને નીરખી લીધા. પોત પોતાની શક્તિ પ્રમાણે એક બીજાએ અન્ય અન્યનું બળ પ્રમાણ નક્કી કરી લીધું. નિશાન તાકવાનો સામાન્ય પ્રયોગ અજમાવ્યો તેમાં પહેલવાન કરતાં જાવડશાહના નિશાને સારૂ કામ કર્યું. પહેલવાન જરા ઝાંખે થયે, મનમાં એને જરા ગ્લાનિ પેદા થઈ.
મલયુદ્ધની હરીફાઈ ચાલી. બન્ને એક બીજાને સપ