________________
(૨૧૬ ) વખત જતા હતા. શાહી રાજાના પરાક્રમી સરદારેમાં એમણે પણ સ્થાન મેળવ્યું હતું. ઝવેરાતની, અની તેમજ બીજી વ્યાપારી પરિક્ષાથી શાહી રાજાનું મન રંજન કરી
દીધું હતું.
પિોતાના દેશની પ્રજા બાહયુદ્ધ અને શારીરીક બળમાં શ્રેષ્ટ થાય તે માટે ત્યાં મ્લેચ્છનગરમાં યુદ્ધની અનેક પ્રકારની તાલીમ અપાતી હતી, મલ્લયુદ્ધ, નિશાનબાજી, તલવારના પટ્ટા, લાઠી વગેરેથી અનેક પ્રકારથી પરીક્ષા વર્ષમાં એકાદ વાર લેવાતી હતી. તેને માટે શાહની હાજરી નીચે મેટો મેળાવડો થતો હતો. એ સભામાં શૂરવીરની અનેક પ્રકારે કસોટી થતી. પરીક્ષામાં ઉત્તીર્ણ થનારને ઈનામની નવાજેશ કરવામાં આવતી હતી.
સૌરાષ્ટ્રમંડળની જીત પછી એ એક ઉત્સવ શાહે આડંબરથી ઉજવ્ય. શાહે મોટા મોટા સરદારે દ્ધાઓ અને પહેલવાનેને હાજર રહેવા ફરમાવ્યું. જાવડશાહને પણ હાજર રહેવા ફરમાવ્યું. બાહુયુદ્ધમાં, નિશાનબાજી તાકવામાં, તલવારના પટ્ટાથી એક બીજાની નેમ ચુકાવવામાં, વગેરેથી અનેક પ્રકારે પરીક્ષા કરવામાં આવતી હતી.
એ બધીય પરીક્ષામાં એક સર્વશ્રેષ્ઠ પહેલવાને સર્વને જીતી લીધા, એની સામે થવાની કોઈની પણ હિંમત ચાલી નહી, નિશાનબાજી કે બાયુદ્ધમાં એ પ્રવિણ અને એક્કો