________________
( ૨૧૪) . સૌરાષ્ટ્રમંડળમાં મધુમતી ઉપર જાવડશાહનો અધિકાર હતો. પિતાના સ્વર્ગગમન પછી કેટલાંક વર્ષ એમનાં પાણીના રેલાની માફક સુખશાંતિમાં વહી ગયાં. જુવાની ગઈ અને પ્રૌઢાવસ્થા ડેકીયાં કરવા લાગી. પણ બધાય દિવસો કેઈના સુખમાં ગયા છે. સરખા દિવસો કોઈનાય જાય છે. તેમના અમલ દરમીયાન એક દિવસે પાછાં મધુમતીના સમુદ્રને કાંઠે સ્વેચ્છનાં વહાણ દેખાયાં, એ શ્લોના વહાણે મધુમતીને કાંઠે નાગરાયાં ને એક પછી એક શબંધ અનેક યોધ્ધાઓ એ વહાણમાંથી ઉતરી પડ્યા. જાવડશાહની નજર આગળ મધુમતને લુંટી લીધી ને લોકોને પકડી કેદ કર્યા.
સારાય સૌરાષ્ટ્ર, કચ્છ અને લાટ દેશમાં તેઓ પથ રાઈ ગયા, જ્યાં ત્યાં લુંટ ચલાવી ધન, માલ મિલ્કત ઉપરાંત ઉત્તમ, મધ્યમ અને અધમ જાતિના સ્ત્રી પુરૂને પણ પકડી લીધા, જાવડશાહે બહાદુરી તો ખુબ બતાવી પણ સમયને આધીન થઈ તેઓ પણ કુટુંબ પરિવાર સહિત પકડાઈ ગયા.
માલમિલ્કત અને માણસોને કબજે કરી પાછા પોતાનાં દેશમાં આવ્યા, ઈરાન તરફથી પ્લેચ્છ લેકેની સ્વારી સૌરાષ્ટ્ર મંડળમાં એ પ્રમાણે આવીને ચાલી ગઈ. એના સરદારે ભારતને એ ખજાને પોતાના રાજાને ભેટ કરી દીધો, ને કેદ પકડાયેલ સ્ત્રી પુરૂષને પણ ત્યાં હાજર કર્યા.