________________
(૨૨૩ )
એવી રીતે વિહાર કરતા કરતા એ મ્લેચ્છનગરમાં આવી પહોંચ્યા. જ્યાં જાવડશાહે પેાતાના જ્ઞાતિજનાને ઉન્નતિએ પહોંચાડ્યા હતા. જૈન મંદિર કરાવી ધર્મની ધ્વજા મ્લેચ્છ નગરમાં પણ ફરકાવી હતી. ત્યાંના શ્રાવકા ધર્મ જીજ્ઞાસુ હાવાથી ત્યાં મહારાજ નિત્ય વ્યાખ્યાન સંભળાવતા હતા, અનેક ભવી સ્ત્રી પુરૂષો એને લાભ લેતા હતાં. જાવડશાહ અને સુશીલા શેઠાણી પણ એ જિનવાણીનું મધુરતાથી પાન કરી રહ્યાં હતાં. કેટલાક દિવસ ગુસમાગમના લાભમાં વહી ગયા. એ વ્યાખ્યાનમાં ત્યાંની મ્લેચ્છ પ્રજા પણ આવવા લાગી. ધર્મના હિતકારી વચનેામાં તેમને પણ આનંદ પડવા લાગ્યા, એ નીતિનાં સૂત્રેા તેમણે પણ ગ્રહણ કરવા માંડ્યા. ક્રમે ક્રમે સરદારે અને શ્રીમતા પણ એને લાભ લેવા લાગ્યા.
ભાવીભાવે એક દિવસે શત્રુંજયના પ્રસંગ ચાહ્યા. એ શત્રુંજયના ઉદ્ધારાનુ વર્ણન ચાલ્યું. પહેલેા ઉદ્ધાર રૂષભદેવના સમયમાં એમના પુત્ર ભરતચક્રવત્તીએ કર્યો. ભરત મહારાજ સંઘ લઇને શત્રુજયની તળેટીએ આવી પડાવ નાંખ્યા.
ભરત મહારાજે શત્રુંજયની તળાટી આગળ એક નગર વસાવી આણંદપુર નામ પાડ્યુ. અને ત્યાંથી શત્રુજય ઉપર ચઢ્યા. રાયણ વૃક્ષને હર્ષથી પ્રદક્ષિણા કરી,