________________
(૨૬) દિશાએ પિતાની શક્તિથી એક નદી વહેતી કરી. ચકવત્તીએ પણ તે તીર્થના અધિષ્ઠાયક તરીકે બરટનેજ સ્થાપન કર્યો.
ત્યાંથી આબુ ઉપર જઈ ત્યાં પણ ગુરૂની આજ્ઞાથી તીર્થકરેના પ્રાસાદે કરાવ્યા. ત્યાંથી રાજગ્રહી તરફ ગયા. ત્યાં વૈભારગિરિ ઉપર મહાવીર પ્રભુનું ઉત્તમ મંદિર કરાવ્યું. એવી રીતે શત્રુંજય, રેવતાચલ, સમેતશિખર, આબુ અને વૈભારગિરિ ઉપર અતના પ્રાસાદાપૂર્વક પહેલો ઉદ્ધાર ભરત મહારાજે કરાવ્યો.
ભરત મહારાજા પછી તેમની આઠમી પાટે દંડવીર્ય રાજા ત્રિખંડ ભારતને સ્વામી થયો તેમણે શત્રુંજયના સંઘનું સ્વામીપણું સ્વીકાર્યું ને શત્રુંજય આવ્યા. એ જીર્ણ થયેલા પ્રાસાદો એમણે નવેસરથી બંધાવ્યા. ત્યાંથી ગીરનાર આબુજી, વૈભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખર સર્વ ઠેકાણે સંઘ સહિત યાત્રા કરવા આવ્યા અને એ તીર્થોનો ઉદ્ધાર કર્યો. ભરત મહારાજના મેક્ષગમન પછી છ કોટી પૂર્વ ગયા પછી બીજો ઉદ્ધાર દંડવીયેર કર્યો.
દંડવીર્ય રાજાના મોક્ષગમન પછી સો સાગરેપમ ગયાં ત્યારે ઈશાન દેવકના પતિ ઈશાને મહાવિદેહ ક્ષેત્રમાં સિમંધર સ્વામીના ઉપદેશથી શત્રુંજય ઉપર દેવતાઓ સાથે આવી નવીન પ્રાસાદ કરાવ્યા ને શત્રુંજયને ત્રીજો ઉદ્ધાર કરાવ્યા.