________________
(૨૦) બધાની તાજીબી વચ્ચે પહેલવાન જે જમીન ઉપર આવ્યું કે એમને જમીન ઉપર પડતાંજ જાવડશાહે અધરથી જ પિતાના બે મજબુત હાથાએ ઝીલી લીધો. આકાશની ઠંડી હવા ખાવાથી પહેલવાન હવે નરમ થયા ને હાર કબુલી લીધી. જાવડે એને જમીન ઉપર ન પડવા દેતા આડા હાથ રાખી ઝીલ્યા એથી એમની બહુ તારીફ થઈ. ખુદ શાહે પણ જાવડશાહનાં વખાણ કયો, પહેલવાને પણ પોતાને ઝીલી ને બચાવી લીધે તેથી આભાર માન્યો. શાહે જાવડશાહને ઇનામ ઉપરાંત મોટી ભેટ આપીને કાંઈક માગવાને કહ્યું. આખીય સભામાં, એ પરદેશીઓની–શૂરવીરની સભામાં એ વીરનરની અપૂર્વ તારીફ થઈ.
વચનના બદલામાં જાવડશાહે પિતાના પરિવાર સાથે પિતાને વતન જવાની માગણી કરી પણ શાહે જણાવ્યું, “જે કે મારા વચનથી તમારે વતન તમે જઈ શકો છો છતાં તમે તમારી મરજી પ્રમાણે અહીંયાં સ્વતંત્રતાથી રહો. તમારા જેવા પરાક્રમીઓથી જ અમારી કીર્તિ છે. શાહી મહેલમાં મારા બંધુ સમાન ગણું તમારી મર્યાદા હું સાચવીશ, હાલમાં તમે અહીયાં રહો, સમય આવે તમે તમારે વતન જો હું ખુશીથી રજા આપીશ.” શાહની મરજીથી જાવડશાહ પિતાના વતનની માફક ત્યાં રહ્યા. ધર્મ અર્થ કામ અને મોક્ષને નિરંતર પણે આરાધના કરતા પિતાને સમય વ્યતિત કરવા લાગ્યા. સ્વેચ્છના શહેરમાં પણ એ મોટા મોટા સરદારેય માનવા ગ્ય થયા તો બીજાની તે વાતજ શું ?