________________
(૨૧૫) તે સર્વને ત્યાંના શાહી રાજાએ પોતાના શહેરમાં રહેવાને છુટા મુકી દીદ્યાં, એમને પસંદ પડે તેવી રીતે આજીવિકા ચલાવવાની પરવાનગી આપી. ધંધો કરવા માટે દ્રવ્યની મદદની પણ ગોઠવણ કરી. પોતાના દેશમાંથી બહાર નો ભાગી જાય તેટલાજ પુરતી એમની ઉપર દેખરેખ રાખી. બાકી બીજી કોઈપણ રીતે એમની મરજી વિરૂદ્ધ એમને હેરાન કરવામાં આવ્યાં નહી.
જાવડશાહના પરાક્રમની ઑઅ૭ સરદારે શાહી રાજા આગળ તારીફ કરવાથી તેમજ શાહી રાજાને પણ એ તેજસ્વી ને પરાક્રમી પુરૂષ લાગવાથી એની મરજી મુજબ એને વ્યવસ્થા કરી આપી. એને એની સ્વતંત્રતા સંપૂર્ણ પણે પાછી આપી દીધી હોવાથી ત્યાં પણ જાવડશાહે વ્યાપાર શરૂ કર્યો. મોટા મોટા વ્યાપાર કરવાથી ત્યાં રહી એમણે ઘણું દ્રવ્ય મેળવ્યું. પિતાની જ્ઞાતિને તેમણે ત્યાં ધીમે ધીમે એકત્ર કરી. પિતાનો ધર્મ સારી રીતે પાળી શકે તેવી સગવડ માટે એક મેટું જિનમંદિર પણ ત્યાં બંધાવ્યું. - જાવડશાહ પિતાની મધુમતીની માફક આ મ્લેચ્છના નગરમાં પણ પિતાની જ્ઞાતિને ઉત્તેજન આપતા સુખમાં પિતાને કાળ નિર્ગમન કરતા હતા. પોતાની હોંશીયારી અને પરાક્રમથી એમણે શાહી રાજાને પણ આંજી નાખ્યો હતે. વ્યાપારમાં પડેલ છતાં શાહી રાજાની કચેરીમાં પણ વખતે