________________
(૨૧૨). પણ જૈન ધર્મને દીપાવી રહ્યા હતા. અરબસ્તાનના મુખ્ય શહેર મક્કા જેવા શહેરોમાં પણ મહમદ સાહેબના જન્મ પહેલાં જેન મંદિર હતાં ત્યાંથી અનેક જિન મૂત્તિઓ ત્યાને એક જેન વ્યાપારી વહાણને રસ્તે મધુમતી નગરીમાં લાવ્યો હતો ત્યાંથી એક જીવત સ્વામી (મહાવીરસ્વામી)ની પ્રતિમા પણ એ વ્યાપારી મહુવા (મધુમતી) માં લાવ્ય, કહે છે કે એ પ્રતિમા ભગવાનના બંધુશ્રી નંદીવર્ધનની ભરાવેલી ને મેટા મહામ્યવાળી હતી. એના અધિષ્ઠાયકે એ વ્યાપારીને સ્વધામાં ધર્મ વિપ્લવ થવાના જણાવ્યાથી તે વ્યાપારી ત્યાંથી ઘણીખરી પ્રતિમાઓ મધુમતીમાં લાવ્યો હતો.
વીર સંવત ૫૦૦ વર્ષ પહેલાં મગધ ઉપર બિંબિસારનું રાજ્ય હતું. એ રાજા જેન ધમી હતો એની પછી અજાતશત્રુ રાજા થયો એ સાર્વભૌમ ચક્રવત્તી જે રાજા થયો હતો. તે સમયમાં જેટલી પૃથ્વી હતી એ બધીય પૃથ્વી ને એ માલેક હતો. આર્ય અનાર્ય સર્વ દેશે એને આધિન હતા. એણે સુધર્મા સ્વામીનું અપૂર્વ સામૈયુ કર્યું હતું. એની રાજધાની ચંપાનગરીમાં હતી તે પછી એના પુત્ર ઉદાયીયે પાટલીપુત્રમાં રાજગાદી સ્થાપના કરી. તેની પછી નવ નંદ મગધના તખ્ત પર આવ્યા. નવમા નંદના રામયમાં ગ્રીસના મહાન એલેકઝાન્ડરની સ્વારી ભારત ઉપર થઈ એણે પંજાબના રાજા પોરસને યુદ્ધમાં હરાવ્યો છતાંય એની શુરવીરતાની એણે કદર કરી. એનું રાજ્ય એને પાછું આપ્યું.