________________
(૨૧૦ ) જાનવર કરતાંય ભયંકર હોય છે. એમનાં કૃત્યો સાંભળતાં કમકમાટી અને તિરસ્કાર ઉત્પન્ન થાય છે. આજે તો માનવકેટીમાં પાશવતાની બેહદતા વધી ગઈ છે અરે ! પિતાના નજીવા સ્વાર્થ માટે પણ આજને માનવી પિતાનાથી બની શકે તેવાં ગમે તેવાં અધમ કૃન્ય કરતાં શું કરવા અચકાય ! માથા ઉપર મૃત્યુનો ભય છતાં એને નહી ગણકારતાં પોતાનાથી બને તેટલી અધમતા અને પાશવતાની કેટી તરફ તે ચાલ્યો જાય છે. આજના આવા ઝેરી જંતુથી પણ ભયંકર મનુષ્ય કરતાંય તે સમયના ચડાઈ લાવનારા સ્વેચ્છા સારા અને મનુષ્યના મનુષ્યત્વની કદર કરનારા હતા.
એ સમયમાં જગત ઉપર જૈનધર્મનું સામ્રાજ્ય વિશાળ હતું, વિશાળ હતું એટલું જ નહી પણ એ વિશાળતા બળવાન પ્રજામાં સમાયેલી હતી. એ બળવાન ગણાતી અનાર્ય પ્લેચ્છ પ્રજામાં ભલે દંભ હશે પણ આજના શયતાનની ઉપમાને લાયક મનુષ્ય ગણાય છે તેના કરતાં ઘણાજ ઓછો અરે કદાચ નહી જેવોજ દંભ હશે અને તેય પોતાના સ્વાર્થ પુરતોજ, પિતાનું કાર્ય ફત્તેહમંદ થતાં શત્રુ તરફ પણ એ મીઠી નજરે જોઈ એની કદર કરનારા હતા. એજ સારા સમયની બલીહારી ગણાતી હતી.
તેવીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથને સર્પનું લંછન હતું. એ સર્પને તક્ષ પણ કહે છે. શ્રી પાર્શ્વનાથના અનુયાયી તરીકે