________________
(૨૦૮) કરવામાં આવી. ભાવડશાહના નામને ઓળખાવનાર શરીર, પણ માટીમાંથી ઉત્પન્ન થઈ માટીમાં મળી ગયું. એ મહાન કાયા રાખ થઈને રાખમાં ભળી ગઈ જાવડશાહને અનેક રીતે શાંત કરવામાં આવ્યા, સમજાવી, ઉપદેશ આપી એમને શેક ઓછો કરવામાં આવ્યો. પણ એ આઘાતે શેઠાણીના હૃદયમાં સટ અસર કરવાથી શેઠની પાછળ સૌભાગ્ય શેઠાછે પણ હમેશાને માટે અહીંયાથી વિદાય થઈ ગયાં. માટીનાં બનેલાં માનવી આખરેય પાછાં માટીમાંજ મળી ગયાં. સંસારમાં હવે તો માત્ર એમનાં નામજ અવશેષ તરીકે રહી ગયાં.
માતપિતાના પરલોકગમનથી જાવડશાહ અને સુશીલાને અત્યંત દુઃખ થયું. દુ:ખ થાય કે ન થાય પણ કાળને કેઈની ઓછીજ પરવા છે. એ દુઃખનું ઔષધ દિવસ, એ મૃત્યુને આડા જેમ જેમ દિવસે એક પછી એક વ્યતિત થવા લાગ્યા તેમ તેમ માતપિતાનો શેક વિસારે પડવા લાગ્યો.
પ્રકરણ ૨૪ મું
મ્યુચ્છ દેશમાં. સ્તી ભાઈબંધી જગતમેં, કુછ કામ નહી આતા; સચ કહા હય આફતમેં, વહ કુછ કામ નહી આતા.”