________________
( ૨૦૬). જીવનના અંતિમ વ્યવસાયવાળી પિતાજીની આ સ્થિતિ જોઈ એ પિતૃભક્ત જાવડને મનમાં અપાર દુ:ખ થયું. એ જીર્ણ થયેલાં સૌભાગ્યશેઠાણું પણ મનમાં અતિ પરિતાપ પામ્યા. સગાસંબંધી સર્વેમાં શેકછાયા છવાઈ ગઈ. જાવડ અને સર્વે કઈ એ અનશનની જગ્યાએ હાજર રહ્યા. સર્વેનાં મન શેકાતુર અને ગમગીની ભરેલાં હતાં છતાંય અનશન કરનારના અધ્યવસાય ન બગડે અને એનું મન મેહમાં પાછુ ન ખેંચાય તે માટે એમની સમક્ષ કેઈ કલ્પાંત કરતું નહીં. ત્યાં શાંતિ હતી. કરૂણ છાયા છવાઈ હતી. ધાર્મિક કથાઓ, સ્તોત્રે, સજી અવારનવાર એમની આગળ વંચાતાં હતાં, જેથી એમનું મન બીજે ઠેકાણે ન જાય. એક ધર્મ સ્થાનમાં જ એમનું મન રહે તે માટે વારંવાર નવકાર સંભળાવતા હતા. સંસારની અનિત્યતાની, અસારતાની એમની આગળ વાત કરવામાં આવતી હતી. એમને પૂરેપૂરી સમાધિ રહે તેવી વ્યવસ્થા જાવડશાહે કરી. અને તેય એક મુનિરાજ એમની પાસે રહી આવી નિર્ધામના એમને કરાવતા હતા.
ધર્મનિષ્ઠ પુરૂષમાં એક બાબત ધ્યાન ખેંચનારી છે. જેમનું આખુય જીવન પવિત્રપણે રહેલું છે એવા મહાપુરૂને મૃત્યુ સમયે અધિક વ્યથા ભેગવવી પડતી નથી. વ્યથા એ પાપનું ફળ છે. પાપીઓને જ અનેક પ્રકારે પીડા સહન કરવાની હોય છે. મૃત્યુને ભય પણ એમને જ હોય