________________
(૨૫) પણ અંત માગે છે. એ ધર્મનિષ્ટ સાધુ (સંત) પુરૂષની. પ્રકૃતિ બગડવા માંડી. પ્રકૃતિમાં વિકાર થયે, ઉપયોગ ભૂલાવા લાગે, એવાં કેટલાંક લક્ષણોથી એમણે જાણ્યું કે પિતાની જીવનનકા હવે મનુષ્યજીવનના કિનારે આવી પહોંચી છે. મનુષ્યજીવનને શેષ સમય પણ આર્તધ્યાનમાં ન જાય તે ઠીક. પિતાના પુત્રની તેમ જ સંબંધી જનેની રજા લઈ એમની સાથે, ખમતખામણું કરી ને ખમાવતાં પોતાને અનશનને વિચાર જણાવ્યો.
સંસારનાં મેહઘેલાં માનવીઓની તે સમયે જે સ્થિતિ થાય તેવી જ અહીંયાં પણ થવી જ જોઈએ, શોક છાયા છવાઈ રહી. અને એ પરાક્રમી જાવડને પણ સંતાપ થવા લાગ્યો. દિલમાં વ્યથા થવા લાગી. એ મેહઘેલાઓને જીવનવ્યવસાય હજી લાંબે હેવાથી તેમને એમની સ્થિતિમાં રહેવા દઈ ભાવડશાહે આત્મસાધનની તૈયારી કરવા માંડી. તરત જ મુનિરાજને તેડાવી એમણે અનશન અંગીકાર કર્યું
અનશનમાં એ મહાપુરૂષે શરીરની અસ્વસ્થતા સહન કરી. મનને સમભાવમાં રાખી શત્રુમિત્ર તરફ એક દષ્ટિએ નીહાળતાં પાપને સીરાવી સુકૃતની અનુમોદના કરી. ચારે આહારને વસરાવી નવકારમંત્રનું સ્મરણ કરતા એ પિતાને શેષ અલ્પ સમય વ્યતીત કરવા લાગ્યા.