________________
(ર૦૪) અભ્યાસ કરતાં હતાં અને એ માર્ગમાં ધીરે ધીરે આગળ વધતાં હતાં, ચારિત્ર નહિ સ્વીકારેલું હોવાથી એટલા પૂરતાં જ એ સંસારી ગણાતાં હતાં. અંતિમ અવસ્થાને આ એમને જીવનવ્યવસાય હતો.
છતાંય મનુષ્યને કઈ પણ વ્યવસાય કાંઈ ઓછો જ કાયમ રહે છે. સંસારમાં જેની આદિ છે એનો અંત પણ હાય, જેની શરૂઆત થઈ એ કોઈ દિવસ પૂરૂ પણ થવાનું જ. જમ્મુ એ એક દિવસ જવાનું. જે આજે નવું જણાય છે તે જરૂર કાળાંતરે જીર્ણ થવાનું જ. માનવી પ્રથમ જન્મ ધારણ કરે છે, પછી એને બચપણ આવે છે, બચપણમાંથી બાળક ને બાળકમાંથી કુમાર અવસ્થા, ને પછી તરૂણ અવસ્થા ને તે પછી વૃદ્ધાવસ્થા પછી અંત. આ પ્રકારને માનવજીવનને કેમ છે.
યુવાવસ્થામાં અનેક જાહોજલાલી જોગવી હોય, જગત પર સર્વોપરી સત્તા ચલાવી હોય, ખુબ સાહેબી ભેગવી હોય છતાંય પરીણામે શું ?—આગળ શું ? વૃદ્ધાવસ્થા અને અંત-(મૃત્યુ). કાળનીએ કટિલ્યતા અને સંસારનીયે વિચિત્રતા !
એ કુટિલ કાળ માનવજીવનમાં અજાયબભર્યા કેવા કેવા પલટા લાવે છે. તે એકને એક વ્યવસાય કેઈને કાયમ રહેવા દે છે? આ દંપતીની વૃદ્ધાવસ્થાને આ વ્યવસાય