________________
( ૨૦૩) તે એમણે સર્વથા છોડયો હતો, જાવડશાહને ભળાવી પિતે એમાંથી છુટા થયા હતા. પોતાને એકાદ વખત આહારની જરૂર પડે કે શરીર પ્રકૃતિને અનુસાર કંઈ ચીજ કે વસ્તુની જરૂર પડે તો તે યાચી લેતા હતા. સગાં વહાલાંને ત્યાં કે કેઈને ત્યાં જવું આવવું પણ તજી દીધું હતું જેથી એમણે કપડાંનો પરિગ્રહ પણ રાખ્યો નહોતો. હંમેશને માટે પિતાને પિષધમાં જોઈએ એટલાંજ માત્ર ઉપકરણ હતાં. પૈષધ ન હોય છતાં પણ ત્યાગીની માફક એટલાજ વસ્ત્રથી ચલાવી લેતા હતા, કદાચ જરૂર પડે તો એકાદુ વસ્ત્ર વાચી લેતા હતા, પણ પોતે પરિગ્રહ શરીરને જોઈએ તે કરતાં વધારે રાખતા નહોતા. ત્યાગ એજ એમને આદર્શ હતો. જીલ્લા, ઇંદ્રિયને કબજામાં રાખવાને સરસ અને સ્નિગ્ધ આહારનો ત્યાગ કરી નિરસ આહારને એમણે અભ્યાસ પાડયે હતો..
એમની વાતે ધાર્મિક્તાને લગતી જ હતી. ધર્મ ચર્ચા સિવાય અન્ય વિષયમાં કદિપણ માથુ મારતા નહી. તેમજ કેઈની સાથે સંસારા વાત પણ કરતા નહી. એવી, રીતે પિતે શ્રાવકની ઉચ્ચમાં ઉચ્ચ કેટીયે રહેવા લાગ્યા. સાધુ નહિ છતાં સાધુની માફક આચાર વિચાર રાખવાને પ્રયત્ન કરવા લાગ્યાં, જેમ આર્યમહાગિરિ જિનકલ્પીને વિચ્છેદ છતાં જિનકલ્પીપણાની તુલના કરતા હતા તેવી જ રીતે આ દંપતિ દક્ષીત નહિ છતાં ભાવસાધુ થઈને સંસારમાં રહ્યા છતાં શ્રેષ્ઠ સાધુપણું કેવી રીતે પળાય એને.