________________
(૧૯૭) વાત બાકી રહેલી હોવાથી એમના સંપૂર્ણ મેળાપમાં એટલી અગવડતા હતી.
થોડા દિવસમાં બધા મધુમતીમાં આવી પહોંચ્યા. સેમચંદ્ર શેઠે ભાવડશાહને સર્વે હકીક્ત કહી સંભળાવી. સુશીલાને જોઈ સાસુજીનું મન પણ ઘણું ખુશી થઈ ગયું. સુશીલાએ પણ વિનય, વિવેક, ચતુરાઈ અને ડાહપણથી સાસુજીનું મન જીતી લીધું. લગ્નનું શુભ મુહુર્ત લેવાયું.
સુરચંદશેઠની પણ આલીશાહી મકાનમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી, એમને ત્યાં પણ લગ્નના માંડવા નંખાયા, ભાવડશાહને ત્યાં પણ ધામધૂમ શરૂ થઈ.
આખુય પખવાડીયું લગ્નમાં વહી ગયું. પખવાડીયાને અંતે એ શુભ મુહુર્તમાં વરકન્યાનાં લગ્ન માટી ધામધુમ પૂર્વક થઈ ગયાં. શહેરમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. માતાપિતાએ સુશીલાને કન્યાદાનમાં પોતાની શક્તિ પ્રમાણે જે આપવું ઘટે તે આપ્યું, ને દીકરીને માટે ઘેર પરણાવી મેટી ચિંતામાંથી તે મુક્ત થયાં.
ભાવડશાહ અને સૌભાગ્ય શેઠાણી પણ પોતાના મકાનમાં પુત્રવધુને રમતીફરતી જોઈ સંતેષ પામ્યાં. જીવનની એમની એ છેલ્લી ઈચ્છા પણ આજે પૂરી થઈ..