________________
(૧૯) ક્ષણ માત્ર પણ દુઃખમાં જતો કાળ મનુષ્યને યુગસમાન જણાય છે ત્યારે સુખીઓના કાળની તે વાત શી. એ સુખમાં કેટલાક કાળ જાય છે–જતો રહે છે છતાં એમને ખબર પડતી નથી. દેવતાઓના એક એક નાટારંભમાં હજારો વર્ષ વ્યતીત થાય તેની એમને ખબરે ક્યાંથી પડે? ત્યાં રાત્રી દિવસ હોય ત્યારે કાળની ગણના કરી શકાયને. સ્વર્ગમાં તે હમેશાં પ્રકાશજ હોય છે. સદાકાળ પ્રકાશજ રહે છે એટલે કેટલે કાળ ગયે એની શી ખબર પડે. છતાંય જે ગણતરી કરવામાં આવે તો દેવતાઓના માત્ર એક એક નાટારંભમાં કે એક એક ભેગવિલાસમાં બે બે હજાર વર્ષ પાણીના પૂરની માફક વહી જાય છે છતાં એમને તો એમજ જણાય છે કે માત્ર હજી અલ્પ સમયજ વ્યતિત થયે.
સુખોની એ બલિહારી છે, સુખી જીવનની એ શ્રેષ્ઠતા છે. માનવ સમાજમાં પણ કેટલાક એવા પણ છે કે જેમને સૂર્ય ક્યાં ઉદય પામે છે ને કયાં આથમે છે એનુંય એમને જ્ઞાન–ભાન થતું નથી. અર્થાત્ એમનું જીવન એવા તે. ભેગેપભેગમાં સંકળાયેલું હોય છે કે સૂર્ય ક્યારે ઉદય પા ને કયારે આથમ્યો એની એમને ગમ નથી. ત્યારે દુ:ખમાં તો એક એક દિવસ પણ મેટ યુગ જેવડો લાગે.
લગ્ન થયા પછી જાવડશાહ સંસાર સુખને હા લેવા લાગ્યા. મનુષ્ય જીવનનું ફળ જે ચારે પુરૂષાર્થને