________________
( ) સાધ્ય કરવાં તે જાવડશાહ એક એકને અબાધિએ સાધતા જતા હતા. પ્રાત:કાળે ધર્મકાર્યમાં જોડાતા, સામાયિક પ્રતિકમણ તે પછી દેવગુરૂ વંદન, જિનપૂજન, ગુરૂભક્તિ, વ્યાખ્યાન શ્રવણ વગેરે સાચવી ભેજન કર્યા પછી રાજવ્યવસાયમાં જોડાતા, તેમજ વ્યાપારની ચિંતા પણ કરતા હતા. સમુદ્ર માર્ગે વહાણે ભરીને દેશાવરમાં માલ મોકલી ત્યાને માલ અહીં મંગાવતા હતા. એવી રીતે રાજ્યચિંતા અને વ્યાપાર વ્યવસાયમાં નીતિને બાધ ન આવે તે માટે ખાસ ધ્યાન રાખતા હતા.
સુશીલા પણ હવે બાલા મટીને યુવતી બની રગ હતી, પોતાના પતિની મરજી એ પિતાની મરજી. દેવ, ગુરૂને ધર્મની ભક્તિ ઉપરાંત પતિભક્તિ પણ એ સતીને માટે ખાસ આવશ્યક વસ્તુ હતી. પતિની પ્રીતિનું પાત્ર છતાં એનામાં ઉછુંખલતા નહોતી, અખુટ વૈભવ અને ઠકુરાઈ છતાં અભિમાન કે કઠેરતા નહોતાં, યુવાની અને લક્ષ્મી તેમજ સત્તાને મદ એના આત્માને સ્પર્યો નહોતો, સાસુ સસરાની ભક્તિ એ સુશીલાનું પરમ કર્તવ્ય થયું હતું એજ એનાં ખરાં માતા પિતા હતાં. એનું ખરું ઘર પણ શ્વસુરગૃહજ હતું. માતા પિતાનો સ્નેહ પ્રીતિ ગમે તે હોય પણ સ્ત્રીને મન તે નકામાજ. એને તો સાસરે જેવી સ્થિતિ હોય તેટલાથીજ સંતોષ માનવાને, તેથી જ સંસારમાં સ્ત્રીઓની વર્તણુક, આચાર વિચાર કુમારિકા અવસ્થામાં જેવા હોય છે તેવા