________________
(૧૬૮)
તેથી જ મેં નક્કી કર્યું છે. ” શું વારૂ !”
મને ગમે તેવા પતિ સાથે મારે લગ્ન કરવું. અન્યથા દીક્ષા ગ્રહણ કરી તપસ્યા કરી મોક્ષ મેળવવા પ્રયત્ન કરીશ.” - દીકરી ! પૃથ્વી કાંઈ વધ્યા નથી થઈ ગઈ કે તને મન ગમતો પતિ ન મળે.”
“મળે જરૂર મળેજ, એવીજ એક વ્યક્તિ તરફ મારું મન આકર્ષાયું છે. જે વ્યક્તિએ મારું મન આપ્યું છે તેજ મારું સર્વસ્વ છે.”
સુશીલાનાં અણધાર્યા આવાં વેણ સાંભળી સાંભળનારા આશ્ચર્ય પામ્યા, એના માતા પિતાને તે એથી અધિક આશ્ચર્ય થયું. " સામચંદ્રશેઠે ધિરજથી પૂછયું, “બેન ! તારું મન કોણે હરી લીધું છે વારું કોણ છે એ ભાગ્યશાળી તે નર !”
તે તે હેય નથી જાણતી કે એ કોણ છે?” ધીમેથી નિરાશ થતાં સુશીલાએ દંતપંક્તિ હલાવી.
કેમ વારૂ! તું ન જાણે એતો નવાઈ ત્યારે ?” , “હા ! નવાઈ તે ખરી, પણ એવી હૈયાની વાત તમને કહેવાથી શું?”