________________
( ૧૮૩) પર્યત ખેંચતાંજ દેરી (પણુય) તુટી ગઈ. બે ત્રણ ધનુષ્યની એ દશા થઈ. બધાય એની તારીફ કરવા લાગ્યા છે તો નાને છતાં શુરવીર દેખાય છે તે ! વાહ! શું એની છટા !”
તરતજ એક મજબુત ધનુષ્ય મંગાવ્યું. એ મજબુત અને વજનદાર ધનુષ્ય લીલામાત્રમાં એણે ઉપાડી કર્ણ પર્યત ખેંચી આફાલન કર્યું. એવું જ તીર્ણ બાણ શોધી કાઢી શરસંધાન કરી વેગથી એ વીરપુરૂષે બાણને છોડી મુકયું. તે એ મજબુત થડીયાને વીંધી ફક્ત ચાર અંગુલ પ્રમાણે બાણ બહાર રહ્યું. બાકીનું વૃક્ષના થડીયાના ગર્ભમાં ઘુસી ગયું પાછળથી બધા ખાતરી કરવા લાગ્યા તો ચાર આંગળ સિવાય આખુંય બાણ થડીયાને ચુંટેલું જોયું. બધા તાજુબ થયા.
એ યુવકે ઘોડા ઉપરથી કુદી શૂરવીરની મધ્યમાં આવી શરસંધાનની તૈયારી કરવા માંડી એ દરમીયાન સુશીલાની નજર એ તરફ ખેંચાણું ચમકી. “એ કોણ?” | તીરે થડીયાને વીંધી નાખ્યું ને બળવાનોમાં પણ એ બળવાન ગણાય. “ નક્કી એ તે એ જ! એ હાં, એ ઉંચાઈ! એ છટા, એની એ જ,”સુશીલાએ નિશ્ચય કર્યો.
બાપુ! આ તે એ જ વીર નર, જેમણે આપણા ગામમાં ચિત્તાને માર્યો. બાપુ! આપ નથી ઓળખી શકતા, મહેકળા, ચાલવાની છટા, ઉંચાઈ બધું આબેહુબ મળતું જ આવે છે. બાપુ ! એમને અહીં બોલાવે ! ”