________________
( ૧૧ ) ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરૂષાર્થનું વર્ણન કરે. ”
સુશીલાનાં વચન સાંભળી શાસ્ત્રરૂપ સમુદ્રના પારંગામી, વિદ્યાવિશારદ કુમારે સાગર જેવી ગંભિર વાણીથી કહેવું શરૂ કર્યું. સવે એ ચારે પુરૂષાર્થનું વર્ણન સાંભળવાને આતુર થયા.
જગતમાં સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણુઓને બચાવવાને આલંબન એક ધર્મ જ છે. જેના દર્શનમાં જે નવપદની વ્યાખ્યા કરેલી છેએમાંના પાંચ પદ તે ધમી કહેવાય, છેવટનાં ચાર પદ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ધર્મ સ્વરૂપ છે. પ્રકારાંતરે જોતાં દાન, શીયલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે પણ ધર્મ કહે છે. સિવાય ભગવંતે બે પ્રકારે ધર્મ પ્રરૂપેલ છે તે એક સાધુ ધર્મ અને બીજે શ્રાવક ધર્મ, પ્રાણીમાત્રને હિતકારી એ આ ધર્મ કેને સુખ કરનારે નથી થતો?
દુનિયાના મનુષ્યને મોક્ષ મહેલમાં શીવ્રતાએ લઈ જાય એવા ચારિત્રધર્મનું પ્રભુએ સ્થાપન કર્યું, ને સત્તર પ્રકારના સંયમરૂપ કઠીણ વ્રતમાં ભગવંતે અનેક જણને પ્રવર્તાવ્યા કે સંસારની સમસ્ત ઉપાધીઓને ત્યાગી મેહમાયાથી નિલેપ આત્માઓ સહેલાઈથી આ વ્રતમાં જોડાઈ શીવમંદિરમાં પહોંચી જાય, પણ એવા સંસારનો ત્યાગ કરનારા અલ્પજન
એ ધમકના ચાર પદ દા. પાંચ પદ તે