________________
(૧૯૪ ) જેવા સમર્થ વિદ્યાધર ૧૧ માં રૂદ્ર પણ નાશ પામી ગયા, માટે ધર્મ અને અર્થને બાધા ન આવે તેવી રીતે એનું સેવન તે પતિ પત્નીની પવિત્ર સ્નેહગાંઠને બાંધનાર છે.
કષાયના સોળ ભેદેએ રહિત, સમતાવાન, મનને જીતનાર એવા મહાન્ યોગીઓને આત્મા જે શુકલ ધ્યાનમય બની ગયેલ હોય, શુકલ ધ્યાનના ચેથે પાયે રહેલે, સકલ કર્મોષ રહિત, અને ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ ગુણેને આવિર્ભાવ થયે–એ ગુણે પૂર્ણપણે પ્રગટ થયા હોય એ સંપૂર્ણ સ્વસ્વભાવમાં રહેલી અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્મા તેજમેક્ષ.
ચારે પુરૂષાર્થનું વર્ણન સાંભળી બધા તાજુબ થયા, તાજુબી માત્ર એટલી જ કે આ પરાક્રમી રાજવંશી છતાં જૈન ધર્મના સ્વરૂપને પણ જાણકાર એ તો અપૂર્વ વાત. સુશીલાનાં માતાપિતા આ બધું સાંભળી ખૂબ ખુશી થયાં.
સુશીલાના આનંદની તે વાત શી? જૈન દર્શનના સ્વરૂપને જાણકાર આ પુરૂષ ખચીત પોતાને સારે ભાગ્યે જ મળે છે. વિધિએ એની ખાતર જ આ પુરૂષને ઉત્પન્ન કર્યો છે. એ હવે જુદી જ નજરે નિહાળવા લાગી, પિતાના સ્થાનકથી ઉભી થઈ ઘરમાં જઈ ચાંદીના થાળમાં કંઈક લાવી. મંદમંદ ડગલાં ભરતી, શરમાતી જાણે પ્રસન્ન થયેલી સાક્ષાત્ ભારતી કે લક્ષ્મીદેવી હોય, એવી જણાતી