________________
(૧૨) હોવાથી એ સાધુધર્મ ઉપરાંત ભગવંતે શ્રાવકધર્મની પણ પ્રરૂપણ કરી સમકિત મૂળ બારવ્રત (પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત) ની વ્યાખ્યા કરવા માંડી. એ શ્રાવકધર્મમાં અનેક જણ જેડાયા, કોઈ બારવ્રતધારી થયા કેઈ એથી ન્યૂન, ન્યૂનતર, ન્યૂનતમ એટલે ઓછા ઓછા વ્રતવાળા અર્થાત્ પોતપોતાની શક્તિ પ્રમાણે ઓછા વત્તાં વ્રત લેનારા થયા, જે વ્રત લેવાને અશક્ત હતા તે દેવ ગુરૂ અને ધર્મની ભક્તિ કરનારા અવિરતિ સમકિતી શ્રાવક કહેવાયા, ઘણા મનુષ્ય પોતપોતાની શક્તિ પ્રમાણે શ્રાવક ધર્મમાં જોડાયા. એ શ્રાવક અને સાધુધર્મ આ અવસર્પિણમાં પહેલા તીર્થકર શ્રી રૂષભદેવ ભગવાને શરૂ કરેલે, તે અવિછિન્નપણે આજ પર્યત ચાલ્યા આવ્યા છે, તે આ પંચમ આરાના અંત પર્યત રહેશે.
અર્થ એટલે દ્રવ્ય, ધન, પૈસે ગમે તે કહો, મનુષ્ય ગમે તે ધંધો કરે, પણ એ ધંધે નિષ્પાપ હોવો જોઈએ, પાપ પ્રધાન ધંધાથી મેળવેલું દ્રવ્ય અનર્થ કરનારૂં થાય, રાજા છે કે વ્યાપારી કે ખેડુત અથવા તે અધિકારી પણ દરેકને પિતાના ધંધામાં નીતિ અને પ્રમાણિકપણું અવશ્ય હોવું જોઈએ, ને હિંસા ને અવકાશ આપ જોઈએ નહી. જે ધંધામાં હિંસા રહેલી છે એવા ધંધાથી ભલે ઘણું દ્રવ્ય મળે પણ એનાથી સુખ ન થાય, એ દ્રવ્ય સાત ક્ષેત્રમાં પણ ન વપરાય. હિંસાથી મેળવેલ દ્રવ્ય ભાગ્યે જ સદુપયેગમાં વપરાય.