________________
તેનારા લોક એને એ
(૧૮૫) કાઢ્યું. બધાય ડાચુ વકાસી તાજુબીથી એની તરફ જોઈ રહ્યા. ઝરૂખામાં ઉભેલાઓએ પણ દૂરથી આ દશ્ય જોયું.
પોતાનું કામ પૂર્ણ કરી એ યુવક પિતાના ઘોડા પાસે આવ્યો. જલંગ ભરી ઘેડેસ્વાર થઈ ગયો, દીવસ અસ્ત થઈ ગયે ને અંધારું તૈયારી કરતું હોવાથી એણે દરવાજા તરફ ઘોડાને પાછો ફેરવ્યો. આજની રમતગમત જેનારા સવે એનાં વખાણ કરતાં વિખરાવા લાગ્યા.
કેટલાક એને ઓળખતા હોવાથી એ કોણ હતો એ વાત પણ અધીપધી જાહેર થઈ ગઈ. ઘોડેસ્વારે પણ જતાં જતાં ઝરૂખા તરફ નજર કરી, એ સાથે અશ્વની ગતી પણ ધીમી કરી દીધી. સુશીલા એકી નજરે એની સામે જોઈ રહી હતી, એની સાથે એની દ્રષ્ટિ પણ મળી, બન્નેની નજર એક થઈ, બન્નેના હૃદયમાં ઝણઝણાટી વછુટી. સુશીલાના સ્વરૂપમાં ઘોડેસ્વાર પણ અંજાય, ને સુશીલા તો અંજાયેલી હતી જ.
એ ઘોડેસ્વારે પોતાના મામાને પણ ત્યાં ઉભેલા જોયા, જેથી તરતજ નજર પાછી ખેંચી અને ચલાવ્યો, પણ સીપાઈઓએ એ દરમીયાન ત્યાં આવી વિનંતિ કરી, હાથ જેડી પગે લાગતાં બોલ્યા, “બાપુ! અહીં પધારે, મામા સાહેબ આપની રાહ જુએ છે.”
સીપાઈઓની અરજથી ઘોડેસ્વારે બગીચામાં પ્રવેશ કર્યો.
વાત પણ