________________
( ૧૮૮) થયા છે. આ જૈન ધર્મ પણ શું ત્યારે વણીકનો છે? ના. એ ધર્મ પણ ક્ષત્રીય ધર્મ છે. શૂરવીરેનો ધર્મ છે અને ક્ષત્રીચોના હાથમાં એ ધર્મ છે ત્યાં સુધી જ એનું મહત્વ મેટાઈ છે. જ્યારે સંપૂર્ણ પણે વાણીયાઓના હાથમાં એ ધર્મ આવશે ત્યારે મહત્ત્વવાળ ધર્મ હાંસીપાત્ર થશે એનું મહત્ત્વ ઘટશે, અહિંસા, સત્ય, ચોરી વગેરેનો પરમાર્થ જ નહી સમજે ઉલટો એનો દુરૂપયેગ કરશે ને બીજાઓમાં વાવણી કરાવશે. વણીકેનાં મન સ્વાભાવિક ચંચળવૃત્તિવાળાં હોય છે. અહિંસા ધર્મના ઉપાસક કહાવી મુદ્ર ની હિંસાને ન ગણનારા, પિતાનાથી નબળાઓને હેરાન કરી અનેક રીતે તેમને સતાવી તેમાં જ પ્રીતિ માનનારા બીકણ વણીકજન હોય છે. સત્ય ધર્મને દાવો કરનારા ડગલે ને પગલે બેવચની, બેલીને ફરી જનારા, મનમાં જુદુ ને હોએ જુદુ બેલનારા ધુરૂંકળામાં પ્રવીણ એવા વાણીયાઓજ જૈન ધર્મની હાંસી કરાવશે. ચેરી તે એમનાં ધંધામાં જડમૂળથી જ લાગેલી હોય છે. આવા વણકે માં જેન ધર્મ કે શેભી ઉઠે ?'
અનેક વિચાર કરતી સુશીલા, સુરચંદશેઠ અને સેમચંદશેઠ નવીન મહેમાનના આગમનની રાહ જોવા લાગ્યાં, એ મહેમાન પણ આવી પહોંચ્યા. અંધારું થતું હોવાથી નેકરેએ દીપક પ્રગટાવ્યા હતા, “પધારો! પધારે! મહેરબાન !” સુરચંદશેઠે આવકાર આપે.