________________
(૧૭૧) બ્રાહ્મણતનયા હતી કે જેને પુત્ર મહાન્ અશોક કહેવાય, અનાર્ય દેશના પાટવી આદ્રકુમારને પરણનાર શ્રીમતી શ્રેષ્ઠીનીજ કન્યા હતી. સમજ્યા શ્રીમાન ?”
સુશીલાની આવી વાણીની ચાતુર્યતા જોઈ સોમચંદ્રશેઠ તાજુબ થઈ ગયા, “સુશીલા! ત્યારે તારો એ દઢ. નિશ્ચય છે?”
હા.”
સેમચંદ્રશેઠે સુશીલાના માતાપિતા તરફ જોયું, પુત્રીના વિચારને અનુકૂળ હોય એવી એને સંભાવના થઈ.
સુશીલા ! એ વ્યક્તિ ફરીથી જે તારી નજરે પડે તે એને ઓળખવાનું સાધન તારી પાસે છે કાંઈ?”
જરૂર? હું એમને ઓળખી કાઢીશ, એમને હું કદી ભૂલી જાઉં, ક્ષણે ક્ષણે એ મૂર્તિનાં સૂકમ દેહે હું દર્શન કરું છું, પૂર્વના કેઈ ઋણાનુબધેજ મારું મન તેમના તરફ આકર્ષાયું છે. ”
તે હું જરૂર તારા કાર્યમાં મદદગાર થઈશ,” સમચંદ્રશેઠ બેલ્યા.
“તમે એમને ઓળખો છે કે શું?” સુશીલાના જવાબમાં સેમચંદ્રશેઠે મોં મલકાવ્યું,