________________
( ૧૦ ). ફરીને કહું છું. મારું મન તે એમાંજ રમી રહ્યું છે એ ફરીને મળશે તે ઠીક નહી તો હું દીક્ષા લઈ તપસ્યા કરીશ.”
પણ એને હવે કેવી રીતે શેધી કાઢ, એ વાત જવા દે, ને મારી વાતને તું સ્વીકાર કર, દીકરી !”
“ તમે જાણે છે શ્રીમાન ! સતી સ્ત્રીઓનાં મનમાં જે વાત એક વાર ઠસી તે ફરીથી ખસતી જ નથી. જે વસ્તુમાં એનું મન ઠરેલું એમાંથી કેઈએ પાછું ફેરવેલું કે ? ”
પણ એનો પત્તે હવે શું લાગે? અને ન લાગે તે કુંવારા પણ કયાં સુધી રહેવાય.”
તપાસ કરતાં અવશ્ય પ લાગે. બીજી વખત જોતાંજ હું એમને ઓળખી કાઢીશ, બચપણમાં જોયેલ શ્રીમતીએ બારબાર વર્ષ આદ્રકુમારને નહાતા ઓળખ્યા શું? છુટા પડેલા નળરાજાને દમયંતીએ ફરી ન મેળવ્યા શું?”
“એ માને કે કદાચ પાછા પ્રયત્ન કરતાં મળી આવે પણ એથી શું ? ચિત્તાને મારનાર કઈ રાજવંશી નુર હોવું જોઈએ, ને આપણે રહ્યાં વણીક મહાજન, આપણે ને એમના મેળ શી રીતે મળે, શું એવાં લગ્ન થઈ શકે ?”
“ થઈ શકે, એમાં શક શું ! મગધપતિ શ્રેણિકને પરણનાર નંદા વણકની કન્યા હતી કે જેનાથી બુદ્ધિનિધાન, અભયકુમાર જનમ્યા. બિંદુસારને પરણનાર સુભાંગી એ