________________
(૧૫) તેટલોજ રસિક અને વિદ્યાવિશારદ પણ હતા, ઘણાં શાસ્ત્રી, નીતિશાસ, ધર્મશાસ્ત્રને પણ એ જ્ઞાતા પુરૂષ હતો, છતાંય કુદરતને ધર્મ એ કાંઈ જુદે જ છે. પંડિત હોય કે મૂર્ખ, સમૃદ્ધિવાન હોય કે રંક–ગરીબ હોય, અમીર હોય કે ફકીર, રાજા હોય કે રબારી છતાં સર્વેમાં એક વાત તો સામાન્યપણે જોવાય જ છે. નાનપણમાં એને માતા સન્મુખ જવાનું હોય છે. યૌવન આવે ત્યારે રમણી તરફ એની નજર રહે છે પછી ગમે તેવો તે હોય, અવસ્થા થતાં પુત્ર તરફ એની દષ્ટિ રહે એ કુદરતને સ્વાભાવિક નિયમ છે.
જાવડ વિદ્યાવિશારદ, પરાક્રમી, ચતુર અને વિવેકી છતાં વન વય આવતાં જ સર્વેની જે સ્થિતિ થાય છે તેવી એની પણ થઈ. વન તે રમણવલ્લભ હોય, અનેક રમણીયો આ વન અને સૌંદર્ય તરફ મીઠી નજરે નીહાળતી, એ વનને લ્હાવો લેવાને ટળવળતી, પણ જાવડ વિવેકી હતો. નીતિને ગ્રાહક, પ્રમાણિક હોવાથી એને અનીતિથી પ્રાપ્ત થતા સુખ તરફ તિરસ્કાર હતે. છતાં પિતાને
ગ્ય, પિતાનું મન ઠરે એવી કઈ બાળા સાથે સંબંધ થાય એવી તે એની ઈચ્છા હોયજ. એ ઈચ્છા હજી પૂર્ણ તો નહતી જ થઈ. તેથી જ જાવડ વિચારમાં હતા.
એ નગરી પણ નતમ-નવીનજ હતી, જાવડ જેમ આ દુનિયાના નવા નવા મુસાફર હતા, એમનાં ચોવન