________________
( ૧૭૩ )
સુભદ્રાશેઠાણી અને સુશીલા મુસાફરી માટે લુણ્ડાં લત્તાં વગેરે જે કાંઈ જરૂરી ચીજો સાથે લેવાની હતી, તેનાં પોટલાં બાંધી તૈયાર કર્યાં, જરૂરહેશું ભાતુ પણ સાથે લીધું.
અચાનક મુસાફરીની તૈયારીથી સુશીલાના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા. આ મુસાફરી શા હેતુએ થાય છે એને! મર્મ એના સમજવામાં ન આવ્યા. ગમે તે હાય તેણે પણ જવાને માટે તૈયારી કરી.
બીજા દિવસના પ્રભાતે સામચદ્રશેઠ પેાતાના પરીવાર સાથે સુરચંદ શેઠના કુટુંબ સાથે મધુમતીના માર્ગે રવાને થયા.
પ્રકરણ ૨૧ મું.
જાબાલીપુરમાં,
''
“ હજારા તારામાં, ચંદ્રમા જુઆ તેા એક છે; આ નેક દુનિયામાં, સતીયાને પતિ એક છે. એક જ મ્યાનમાં, બે તલવાર સમાતી નથી; પ્રીતિની ખાખતમાં, ભાગીદારી ખમાતી નથી.
27
“ પિતાજીની રજા લઈ હું થાડાએક દિવસ મુસાફરી કરવા નીકળ્યા, મામાજી કાંપિટ્યપુર તરફ મારે
માટે