________________
(૧૭ર) ઓળખું કે ના એાળખું પણ તારું કામ હું કરી આપીશ. મહેનત કરી જોઈશ. ફળ તે વિધિને હાથ છે.”
સેમચંદ્રશેઠને વિચાર જાણું સુશીલાને નવાઈ લાગી. “શ્રીમાન ! પણ તમે તે મારી માગણી કરવા આવ્યા તેમાં નાસીપાસ થયા છે તમારી માગણું તે મેં સ્વીકારી નથી સ્વીકારવાનીય નથી, છતાં તમે મારા કાર્યમાં મદદગાર થાઓ એને અર્થ શું?”
તારા જેવી યોગ્ય અને લાયક બાળા એગ્ય પતિ સાથે જોડાય એ શું ઓછા હર્ષની વાત કે ! સજન પુરૂ બીજાના હિતમાંજ પિતાનું હિત જાણે છે.”
“પણ એમાં તમારો સ્વાર્થ શું?”
મારે સ્વાર્થ ? કાંઈ નહી.” : સેમચંદ્રશેઠે તે પછી સુરચંદશેઠ સાથે થોડો સમય ખાનગીમાં વાતચીત કરી ત્યાંથી કારભારી સાહેબને ત્યાં - ચાલ્યા ગયા.
રાત્રીએ સેમચંદ્ર શેઠના ગયા પછી સુરચંદશેઠે મુસાફરીની તૈયારી કરવી શરૂ કરી, શેઠાણને સંભળાવી દીધું કે, “આવતી કાલે પ્રભાતમાં આપણે સર્વેએ સેમચંદ્રશેઠની સાથે જવાનું છે. સુશીને પણ આવવાનું છે તે - તમારાં કપડાં વગેરે બાંધી તેયારી કરજે, માર્ગને માટે - ભાત પણ કરી લેજે.