________________
(૧૭૯ ) વિચાર કરવા લાગ્યો પિતાના મામા જેની આટલી બધી તારીફ કરે છે તે સુશીલા કેવીક હશે એને જેવાને એનું મન અધીરૂં થઈ ગયું. એની ચતુરાઈ કેવીક હશે, સ્વરૂપવાન હશે કે નહી. એના કંઠની કમળતા કેવી હશે, એને લેવા બંગલામાં જઉં ત્યારે મારી બહાદૂરી ઉપર ફીદા થયેલી આ બાળા સાથે મારું મન જોડાશે, અમારાં મન અ ન્ય નેહ સાંકળથી બંધાશે કે એ શૂરવીરતાને ચાહનારી છે એવું બીજું શું પરાક્રમ કરું કે જેથી એના મનનું આકર્ષણ થાય. | દરમિયાન બે દિવસે વહી ગયા પછીના એકદિવસે સાંજને સમય થવા આવ્યો છે તે અરસામાં, શહેરના મેટા દરવાજા બહાર મેદાનમાં કેટલાક રમત રમી રહ્યા હતા, પડખે રાજને બંગલે ને બગીચો હતાં, બંગલાને ઝરૂખો મેદાનમાં પડતો હતો એ ઝરૂખાની નીચે રાજમાર્ગની પડખે બાજુમાં વિશાળ મેદાન હતું ત્યાં રોજ સાંજના અનેક રમતો થતી. અનેક લેકે જેવાને પણ આવતા હતા. રમત રમતાં આજે નિશાન તાકવાની ને બળની પરીક્ષા કરવાની હરીફાઈ ચાલી ધનુષ્ય ઉપર બાણ ચઢાવી ક્ષત્રીય યુવાનો પોતાનું બળ અજમાવવા લાગ્યા.
નજીકમાં રહેલા વૃક્ષના અમુક ડાળના પાંદડે નિશાન તાકવા માંડયાં, કોઈની નેમ પાર પડતી તે કોઈનાં બાણ