________________
(૧૭૬ ) પણું નવાં નવાં જ હતાં, તેમ આ નગરી પણ નવીન વસેલી હતી, જાવડશાહના નામ ઉપરથી આ નગરીનું નામ પણ જાબાલીપુર હતું. જાવડશાહનો જન્મ થયા પછી ત્રણચાર વર્ષ વીત્યે ભાવડશાહે સારા સારા વિદ્વાન નિમિત્તિઆઓને બોલાવી એમની પાસે ઉત્તમ ભૂમિની તપાસ કરાવીને શુભ મુહુર્ત આ નગરીની રચના કરાવી. એના પ્રાસાદ, મહેલ, મકાને, નાનામેટાં ઘરે વગેરે નવીનજ હતાં, બજારની રચના પણ આબેહુબ હતી. નગરી પછવાડે કલે હતે, એક બાજુએ રાજગઢ બનાવી એને ફરતો મજબુત કીલે બંધાવ્યો હતો. દરવાજે દરવાજે પહેરગીરે ગોઠવાયા હતા. રાજગઢના દરવાજા આગળ પણ ચાકીએ મજબુત હતી. સિવાય લશ્કરેને માટે પણ જુદીજ કંપ નિમાઈ હતી. તેમ જ સરકારી મકાને, ન્યાયની કેટે, ફેજદારી કેટે પોલીસથાણ વગેરે નગરમાં અનેક સુમિત મકાનો હતાં.
ઘેટીથી મધુમતી જતાં માર્ગમાં એક બાજુએ જાબલિપુરની વિશાળ મહેલાતો ઉભેલી નજરે પડતી હતી, નગરના મુખ્ય દરવાજા બહાર પણ સરકારી તેમ જ બીજી તરફ ધર્મશાળા, શાહુકારોનાં બાગબગીચાઓ, બંગ લા, સિવાય અન્ય મકાન પણ નજરે પડતાં હતાં તેમ જ કુદરતી વૃની શોભાથી અને વિશાળ રસ્તાએથી શેભામાં અધિક વધારો થતો હતો. શહેરમાં અનેક જીનમંદિર ઉપરાંત એક વીરસ્વામીને પણ અદભૂત પ્રાસાદ હતો.