________________
( ૧૬૬) સારા કાર્યમાં કેણ ઢીલ કરે, સુરચંદશેઠને જવાબ સાંભળી સોમચંદશેઠ કપડાં પહેરી તૈયાર થયા. બને જણ થોડીવારમાં મકાન આગળ આવી પહોંચ્યા.
પિતાના પતિને હેમાનની સાથે આવતા જોઈ સુભદ્રા શેઠાણીએ તરતજ પાટ ઉપર રેશમી ગાદલું પાથરી દીધુ. સુરચંદશેઠે મહેમાનની આગતાસ્વાગતા કરવા માંડી. પાણી, પાન, સોપારી વિગેરે મુખવાસની ચીજો મુકી. ખાનદાન મહેમાનને જોઈને આડેશી પાડેશી પણ ભેગાં થઈ ગયાં. સુરચંદ શેઠે ઘરમાં જઈ શેઠાણુને પણ ઈસા કરી દીધો.
આ શી ધમાલ છે તેની કોઈ પણ ગંધ સુશીલાનેય આવી હતી. સુશીલાનું મન તો શરદત્સવમાંથી આવ્યા ત્યારથી અશાંત હતું. એના હૈયામાં તે જુદીજ લગની હતી.
સુરચંદશેઠે પોતાની શક્તિ અનુસાર સમચંદશેઠ આગળ નજરાણું ધર્યું. સુરચંદશેઠની ભક્તિથી પ્રસન્ન થયેલા. સેમચંદશેઠ બોલ્યા, “ સુરચંદશેઠ! તમારી ભક્તિથી હું સંતુષ્ટ છું. હવે ફક્ત આટલી મારી માગણું સ્વીકારે એટલે તમારી ભક્તિમાં રહેલી ખામીની પૂર્ણતા થાય. તારાગણમાં ચંદ્રમા સરખી તમારી સુશીલા મેટા ભાગ્યવાળી છે. મારા ભાણેજ જાવડને માટે મને લાગે છે કે તમારી કન્યા ગ્યા છે. બન્નેને સમાગમ થવાથી એ વેગ ચંદ્ર અને