________________
( ૮૩ ) મહારાજે પોતાની ચપળ દષ્ટિથી સભાનું નિરીક્ષણ કર્યું. એક મંત્રીએ ઉભા થઈ મહારાજને વિનંતિ કરી કે ” કૃપાનાથ ! સૌરાષ્ટ્ર તરફથી પધારેલા ભાવડશેઠના અનેક અને ભેટમાં આવેલા છે એ અવની અનેક રીતે પરીક્ષા કરવામાં આવતાં તે અ રાજમાન્ય થયા છે. માળવાના આભૂષણ સ્વરૂપ એમની કીર્તિ બધે પ્રસરી રહી છે જેને એમણે તે ભેટ આપેલા છે છતાં મહારાજની ઈચ્છા એમને કીંમત આપવાની છે. | કિંમતની વાત સાંભળી ભાવડશાહ મહારાજના ચરણ સમીપે આવી ઉભા રહ્યા, પ્રણામ કરતાં બોલ્યા. “અન્નદાતા ! મેંતો એ આપને ભેટ તરીકે જ આપી દીધા, હવે એની કિંમતની વાતજ ન કરે. આપે અમારી મેમાનગતી કરી અમારી ઈજત વધારી હવે આપની રજા હોય તે અમે વતન તરફ જઈએ.”
ભલે જેવી તમારી ઈચ્છા, અમે તમને હવે વિશેષ આગ્રહ કરશું નહિ.” મહારાજે વાતને ટુંકી કરી મંત્રી તરફ નજરકરી કહ્યું, “મંત્રીવર ! આપણે પણ એમની કદર કરવી જોઈએ, એ સોરઠની ભૂમિના નિવાસી છે ને આપણે પણ સોરઠની કેટલીક ભૂમિ એમને આપીએ તે ઠીક.”
આપ નામદારની જેવી ઈચ્છા !” મંત્રીએ કહ્યું,
ઠીક ત્યારે તાંબાનું એક પતરું મંગાવે, શીલ્પીને બોલાવી એની ઉપરે લેખ કોતરાવો.”