________________
(
૭ )
પહોંચ્યા હતા. ગામેગામ અને સારાય શહેરમાં આજની ધામધુમની જ વાત ચર્ચાતી હતી. સર્વેના મેંમાં આજે ભાવડશાહનું નામ રમી રહ્યું હતું.
અપૂર્વ મહોત્સવ, અને અનેક માણસની મોટી સંખ્યા મધુમતીમાં ઉતરી પડેલી હોવાથી વ્યાપારીઓએ માર્ગમાં નાની શી દુકાને લગાવી દીધી હતી. દરદૂરથી હિંદની કારીગરીની ઉત્તમ વસ્તુઓ લાવીને વ્યાપારીઓએ લેકેને આંજી નાખ્યા હતા, કેઈ ઠેકાણે નહી જેવાયેલી એવી કેટલીક નવીન વસ્તુઓ ખરી રીતે જેનારને તાજુબી પમાડી રહી હતી. આજે તે પ્રભાતમાંજ દુકાને ઉઘાડી વ્યાપારીઓ, પિતપતાની દુકાનમાં બેઠવાઈ ગયા હતા.
રાજમાર્ગની બન્ને બાજુએ એવી રીતે દુકાનની હાર ગોઠવાઈ ગઈ હતી, ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓની એ બજારે જોવાતી હતી, સુખડીયાઓએ ગોઠવેલા ભાતભાતના મેવા મીઠાઈ અને પકવાન્નો જોઈને લોકોના હેમાંથી પાણી છુટતું અને એને સ્વાદ ચાખવાની લાલચ ન અટકાવી શક્વાથી એમના ગજવાને ભાર પણ હળવો થતો હતે. બાળકને પ્રસન્ન કરવા સારૂ જુદી જુદી જાતના માટીનાં, લાકડાનાં, લાખનાં, અને મણ તથા કાચનાં રમકડાં પણ ઠેર ઠેર નજરે પડતાં હતાં.