________________
(૧૩૦) માર્ગમાં મેટા મેટા લેકેના વંડાઓ, બાગ બગિચાઓ, રાજનાં મકાને, તેમજ ધર્મશાળાઓ વગેરે મકાન આવેલાં હતાં. સિવાય છુટક છુટક મજુરને વસવાનાં છાપરાં પણ નજરે પડતાં હતાં.
એ મોટા રાજમાર્ગમાંથી પણ આડાઅવળા બીજા અનેક રસ્તા ફંટાતા હતા. આજુબાજુ માતાનાં કે મહાદેવના જાણે મંદિરે, ખાલી તુટેલાં મકાને તેમજ અનેક પ્રકારની નાની મોટી વૃક્ષરાજીથી આજુબાજુની જગ્યા રમ@યતા બતાવતી પંથિક જનોને લલચાવતી હતી. અનેક પ્રકારનાં બાંધેલાં નાનાં મોટાં તળાવ, વાવ અને પાણીના ઝરાઓથી એ શેભા અધિક આકર્ષક બની હતી. જોકે ગામ હોય છે ત્યાં ગમે તેવા સારા સમયમાં પણ ઢંઢવાડે હાય એ ન્યાયે માનવશયતાને, ગુંડાઓ ત્યાં પણ હતા, ને આ જગા તેઓ કેઈક ઈવાર પ્રસંગ આવે ઉપયોગમાં લેતા હતા.
અત્યારે મધ્યરાતનો સમય થવા આવ્યું હતું જગત ઉપર ગાઢ અંધકાર છવાઈ રહયા હતા. બે માણસ એ અંધકારનો લાભ લઈ ગુસપુસ વાતો કરતા લપાતા છુપાતા જતા હતા, શક ભરેલી તેમની રીતભાત આવી માજમ રાતે જોવાની કેને કુરસદ હોય, છતાંય ફકીરના જેવી મસ્તથીતે પગની પાની પર્યત શ્યામ કફની પહેરેલ એક વ્યક્તિની નજર એ તરફ ખેંચાઈ પણ અંધારી રાતે કેણ કેને જુએ!