________________
(૧૫૭) ભરી ગર્જના કરવા લાગે, એ ગર્જના સાંભળનારનાં હૈયાં ધબકવા લાગ્યાં, કાયર પુરૂની કાયા કંપવા લાગી, આ કોલાહલથી સ્ત્રીઓનાં હૃદય ખળભળવા લાગ્યાં. એ ભાઈ, ખસી જાવ, ખસી જાવ,” દૂરથી એને લેકે વિનવવા લાગ્યા, “એ ગુસ્સે થયેલું જાનવર તમને ઈજા કરશે, બીજા એક બાણથી જ એને પૂરું કરી નાખો.” .
એ યુવાનને એની સામે ઉભેલો જોઈ બધા દિમૂઢ બન્યા, અંતરમાં એની પ્રશંસા કરવા લાગ્યા, એ યુવકને કેઈઓળ ખતું નહોતું, છતાં બધાય એ શિકારી પોષાકમાં સુંદર જણાતા તરૂણને સ્નેહથી નિરખી રહ્યા. “વાહ, ધન્ય છે આ તરૂણને!”
ચિત્તાને વેર લેવાની તૈયારી કરતો જોઈએ શિકારીએ પડકાર્યો, “ઉઠ? ઉઠ? કુત્તા?” શિકારીને પડકાર સાંભળી ચિત્તો પાછે સ્વસ્થ થયો.
પેલા પરદેશી જેવા પુરૂષે આવેલા, તે આ શિકારીને જોઈ ચમક્યા, એ મુખ્ય ગણાતે પુરૂષ આલેજ બને. અરે, આ તો.........
કંઈક વિચાર આવતાં ચૂપ થઈ ગયે, તે આ યુદ્ધના પરિણામની રાહ જોવા લાગ્યો. ઘણી સ્ત્રીઓ આ શિકારીની પ્રશંસા કરી રહી હતી, છતાંય એક વ્યક્તિની નજર અંદુભૂત રીતે ત્યાં કરેલી હતી, નિર્નિમેષપણે એક બે લોચન ત્યાં શું જોઈ રહ્યા હતાં?