________________
( ૧૬૧ ) આંગણામાં પાટ ઉપર બેઠેલા હતા, આડોશી પાડોશી એમની સમાન વયના બે ચાર જણ પણ ત્યાં એમની પાસે બેઠા હતા. આજે તો શરદુત્સવની વાત સિવાય બીજી તે શિી વાત હોય, અચાનક ચિત્તાનું આગમન, પેલા ઘોડેસ્વારનું આવાગમન, બન્નેનું યુદ્ધ, ચિત્તાને મારી ઘોડેસ્વારનું પસાર થઈ જવું, ઈત્યાદિ વાતો રસ ભરી રીતે ત્યાં અને આખાય ગામમાં થયા કરતી હતી. નવાઈની વાત તો એ હતી કે એ ઘેડેસ્વાર શિકારી જેવા જણાતા પરદેશીને કઈ ઓળખતું નહોતું. વાત પછી વાત નીકળતાં સુશીલાની ગરબે લેવરાવવાની, એના કંઠની, એની છટાની વાતો નિકળતાં એનાં વખાણ થવા લાગ્યાં, પિતાની પુત્રીનાં વખાણ સાંભળી સુરચંદશેઠ પણ મનમાં ખુશી થયા. “પણ સુરચંદ શેઠ? સુશીને તમે જેવી રીતે કેળવણી આપી હોંશીયાર કરી છે તેમ એને માટે વર પણ લાયકજ શોધજે, ” એક જણે કહ્યું.
સુરચંદ શેઠને સુશીલાના વરની ચિંતા અધિક હતી, સુશીલા ગ્ય ઉમરની થઈ હોવાથી હવે એને પરણાવવી જોઈએ, પણ એને માટે એગ્ય વર મળતો ન હોવાથી એમને ચિંતા રહેતી હતી, એમાં આ પ્રશ્નથી વધારો થયે.
હું પણ એ ચિંતામાંજ છું. સારો વર શોધવાની મારી તે ઈચ્છા છે પછી તે જેવું એનું ભાગ્ય, સુરચંદ શેઠ બોલ્યા.