________________
( ૧૬૩) કારભારી મોતીચંદ પારેખ પિતાના દિવાનખાનામાં એક મેમાન સાથે બેઠા બેઠા વાતચિત કરી રહ્યા હતા. શરદત્સવમાં ચારપાંચ મહેમાને આવેલા, તેમાં એક મુખ્ય માણસ ને બીજા એના નોકર હતા, શરદુત્સવ સમાપ્ત થયા પછી એ મુસાફરો મેતીચંદ કારભારીના મહેમાન થયેલા, એ મુસાફરે તે મધુમતીથી નીકળેલા સેમચંદ્ર શેઠ અને એના માણસો હતા. કારભારી સાથે ઓળખાણ હોવાથી એમને ત્યાંજ ધામા નાખ્યા.
સેમચંદ્રશેઠ લક્ષણશાસ્ત્રના જાણકાર હતા, સામુદ્રિક શાસ્ત્રથી એમણે ગરબે લેવરાવતી વખતે એ કુમારિકાનાં લક્ષણ જોયાં હતાં. એની હોશિયારી, ચતુરાઈથી એ આશ્ચર્ય પામ્યા હતા, એના સૌંદર્યથી અંજાયા હતા. એના અભિનયે, એનો કોકિલ સમાન કંઠ, એની છટા બીજી રમણીઓકુમારીકાઓ કરતાં અભૂત હતી. એ બાળાનાં તેજ, ગૌરવ, પ્રભાવ એને પસંદ પડ્યાં હતાં. પિતાના ભાણેજ માટે આ બાળા જણાઈ.
એ કોની પુત્રી છે? જ્ઞાતે શી ? પરણેલી છે કે કુમારી વિગેરે હકીકત એમણે મોતીચંદ પારેખને પૂછી ખાતરી કરી. પિતાની જ જ્ઞાતિની અને કુમારી કન્યા જાણીને તરત મતીચંદ કારભારી મારફત સુરચંદશેઠને બોલાવ્યા.
સુરચંદશેઠ દિવાનખાનામાં દાખલ થયા કે સોમચંદ્ર