________________
(૧૬ર) છોકરી તો દેવરૂપ છે, એમાંય ભણાવી ગણાવી તમે એને હોશીયાર બનાવી. આજના ગરબામાં તે આખુંય ગામ એનાં વખાણ કરે છે. ”
“જેવી એ ભણી ગણીને હુંશીયાર છે તેવી જગ્ય ઠેકાણે પડે એટલે ગંગા નાહ્યા,” સુરચંદ શેઠ બેલ્યા.
આંગણામાં એ પ્રમાણે વાતેનાં ગપાટા ચાલી રહ્યા હતા તે દરમીયાન એક સિપાઈ એમને ત્યાં આવ્યા. “ચાલે સુરચંદશેઠ! તમને કારભારી સાહેબ બેલાવે છે.”
સિપાઈને જોઈ બધા એની સામે જોઈ રહ્યા, “કારભારી સાહેબ કેને બોલાવે છે,” એક જણ બોલ્ય.
“સુરચંદ શેઠને ” “મને!” સુરચંદશેઠને આશ્ચર્ય થયું. હા. ” શું કામ છે?”
તે મને ખબર નથી.” સિપાઈને જવાબ સાંભળી સુરચંદશેઠને મનમાં અનેક વિચારે ઉત્પન્ન થયા, કપડા પહેરીને તૈયાર થઈ, સીપાઈની સાથે ચાલ્યા, આડોશી પાડોશી મનમાં અનેક વિચાર કરતાં વિખરાયા.