________________
(૧૫) આવેલા તે તિપિતાના ધંધાને અંગે ગુસપુસ કરતા જણુતા હતા, આખુંય ઘેટી ગામ અત્યારે તે શરદુત્સવ ઉજવવાને આવેલું હતું. સ્ત્રીઓમાં અત્યાર સુધી જે અવ્યવસ્થા હતી તે હવે વ્યવસ્થિતપણે થઈ. રાસ લેવાને માટે વડલાની નીચે એમનું સ્થાન હતું. સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારીકાઓ વડલાની નીચે આવી નિયત સ્થળે ગોઠવાઈ એક પછી એક ગરબા ગાવા લાગી. એક રમણ લેવરાવતી અને બીજી સૌભાગ્યવતીઓ તેમજ કુમારીકાઓ ઝીલીને શેભાવતી હતી. આ વ્યવસ્થિત સંગિતમાં સુશિક્ષીતને જ સ્થાન મળતું હતું, અભિનય કે સૂર મેળવવામાં જરાપણ જેની ખામી જણાતી કે તરતજ એને રાસમાંથી દૂર કરવામાં આવતી હતી, એવી રીતે સુશીક્ષીત સ્ત્રીઓની આજેજ પરીક્ષા થતી હતી. કેણ સારૂ ગાઈ શકે છે, અભિનય કે સારે છે એ બધુંય આજે જણાઈ આવતું. આજના રાસમંડળમાં ઉત્તીર્ણ થવા માટે કુમારીકાઓ બારબાર માસ પર્યત ગાવાને ને અભિનયને અથાગ પ્રયત્ન કરતી હતી.
ગામમાંથી કોણ આવ્યું છે ને કેણ નથી આવ્યું એની પણ ગણતરી થતી હતી, આ ઉત્સવમાં બનતા લગી. સર્વેને ભાગ લેવા પડતે છતાંય વ્યવસ્થા એવી સરસ હતી કે કોઇની મર્યાદાને ભંગ થતો નહી. સંદર્યના લાલચુઓને પણ આજે તે ઉપવાસજ કરવો પડતો હતો.