________________
(૧૪૮) લિકે વખાણતા હોવાથી આજે ત્યાં જરી ધમાલ જેવું જણાય છે ખરું. એ સૌરાષ્ટ્રના ઘેટી ગામના નવજવાને આજે તે વાંકડીયા વાળને સેંથો પાડી, સુગંધીદાર તેલ અત્તરથી સુગંધિત કરી બંસીના નાદથી તરૂણીઓનાં મન લલચાવી રહ્યા હતા, એ નફકરાઓ દુનિયાનીજ મજમજાહને મુખ્ય માની અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતા મશ્કરી ઠઠ્ઠામાં આનંદ માની રહ્યા હતા.
ઘેટી ગામ બહુ મોટું પણ નહી તેમજ ગામડું પણ નહી. તે સમયના પ્રમાણમાં ઠીક ઠીક વસ્તીવાળું હતું. ગામના પ્રમાણમાંજ બજાર નજરે પડતી હતી. એ બજારમાં કાપડીયા, ગાંધી, કંદોઈ, તેલી, તબેલી, સોની, લુહાર, કંસારા વિગેરે અનેકની દુકાને જોવાતી હતી. મકાને પણ, ગામના પ્રમાણમાં સારાં ને સુશોભિત હતા. રસ્તાઓ પણ નજર ઠરે એવા જેવાતા. ગામની બહાર એક બગીચા જેવી જગ્યા હતી. એમાં અનેક પ્રકારનાં નાનાં મેટાં વૃક્ષોની ઘટા શેભી રહી હતી. એ કુદરતી વૃક્ષોની પંકિતથી એની રમણીયતા પંથિક જનોને લલચાવતી હતી. વચમાં એક મોટું વડલાનું વિશાળ વૃક્ષ વડવાઈઓ ફેલાવીને ઉભેલું હતું. લગભગ હજારેક માણસને એ વડલે ગર્વભરી રીતે આશ્રય આપી શક્તા હતા. - મધ્યાન્હ સમય વિત્ય ન વયે ત્યાં તે ગામની નાની મોટી સ્ત્રીઓ, તરૂણીએ, બાળાઓ ત્યાં આવવા લાગી.