________________
(૧૩૫) આ તરફ પણ જામી ગઈ હતી. વાત કરવાને ક્યાં સમય હતો, હવે તો હિસાબ જ ચુકવવાનો હતો એમના જીવન મરણને પ્રશ્ન હતો, પેલા બન્ને સ્ત્રી પુરૂષે બારણાં ઉઘાડી બુમ પાડી પોતાનાં માણસોને મદદ માટે જગાડયા પણ તે પહેલા અહીયાં તો રમત રમાઈ ચુકી હતી. - આ વ્યક્તિ પણ સાવધ હતી. પેલા બન્ને ધસી આવે તે પહેલાં તેજ એક જણ ઉપર કુદ્યો, એને ગળચીમાંથી પકડી ગોફણના ગોળાની માફક બીજાની ઉપર ફેંક્યો પણ તે ખસી ગયે એટલે તે બીજા હરીફ ઉપર ધર્યો, એને પકડી નીચે પટ. જમીન સાથે માથુ અફાળી અર્ધમૃત કર્યો, એણે પણ આ વ્યક્તિને મહાત કરવાને ઘણાંય ફાંફાં માર્યા, એ દરમીયાન પેલે દૂર પડેલ માણસ તૈયાર થઈ ધસી આવ્યો. તેણે પાછળથી આવી એકદમ આ અજાણું વ્યક્તિને પકડ્યો. નીચે પટકવા જાય પણ તેતો એના શરીર સાથે પોતાના હાથ વળગાડી ચૅટી ગયો ને શરીરનો જોરથી ધકકે મારતાં બન્ને જણ નીચે પડયાં, પેલી વ્યક્તિ એના હાથમાંથી છુટી થતાં એને પણ ખુંદી માર્યો ત્યાંતો નીચેના માણસે ઉપર આવી પહોંચ્યાં. મરતાં મરતાં પણ એ બન્ને નાસી છુટવા પ્રયત્ન કરેલે, પણ પેલી અજાણી વ્યક્તિએ લત્તા પ્રહારથી ચસકવા ન દીધા. ઉપર આવેલા માણસે આ બન્નેને પકડી લીધા ને પેલી અજાણી વ્યક્તિ હવે આ યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ગઈ. પિતાનું કાંઈ કામ ન હોવાથી એણે અદ્રશ્ય થવા ચાયું.
પર પણ પેલી ચા માણસમાંથી નિરવ શાહ