________________
(૧૩૭). મનુષ્યની અલ્પ છંદગાની, એ અ૫ દગાનીમાંય પંદર વર્ષ તો બાલ્યકાળનાં ગણાય, છેવટનાં વૃદ્ધાવસ્થામાં જાય, રહી માત્ર વચગાળાની એક યુવાવસ્થા, એ યુવાવસ્થામાં પણ લગભગ અર્ધા તો રાતનાં નિદ્રાવસ્થામાં વ્યતિત થાય, એ ગણ્યા ગાંઠો સમય અવશેષ રહે, એમાંય શરીરે મંદવાડ આવે, વ્યાધિ થાય, રોગ શાકમાં પરાધિન રહેવું પડે, ત્યારે સુખ ભોગવવાને યુવાનીને સમય કેટલો ?
એટલા અલ્પ સમય ને માટે પણ માનવી કંઈકંઈ આશાઓ કરી નાખે છે. એ આશાઓને સફળ કરવા આભજમીન પણ એક કરી નાખે છે, ને પાપ પુણ્યનો ખ્યાલ પણ માનવી રાખતો નથી. એ આશાએ તૃપ્ત કરવાને ગમેતેવા માર્ગ લે પડે એ શું? ગરીબ માણસ પેટનો માત્ર ખાડો જેને સહેજે પૂરવાને અનીતિ કરે, ન કરવા ચેગ્ય પણ પેટની ખાતર શું જનને કરવું પડે, એ પેટને ખાડો જેને સહેજે પુરાય છે એવા ધનિક માણસો ત્યારે શું. બધાય ધવતાર હશે. વાહ ! તો તે જગતમાં કળીયુગ આવે જ નહીં.
પૈસે, ધન, ધનવાનને અનેક આશાઓ ઉત્પન્ન કરાવે છે. એ મનના કંઈકંઈ મને ધનવાન પૈસાના જોરે પૂરા કરવા લલચાય છે. એ આશાઓ પૂર્ણ કરવા એને કંઈ કંઇ કર્મ કોટિલ્ય કરવાં પડે. ફકત પિટનોજ ખાડો પૂરવાથી શ્રીમંતને તે સંતોષ કદિ થાય?