________________
( ૯૮ ) ભારતવર્ષ કળાકૌશલ્યમાં કેટલું બધું સર્વોપરી હતું એની આ વખતે અનેરી સુંદર ઝાંખી થતી હતી. સારાય જગતભરમાં જે ચીજો નહી બનતી કે મલતી હોય એવી નવીનવી ચીજો ભારતવર્ષના ખુણે ખુણામાંથી નિકળી આ બજારમાં પ્રગટ થયેલી હતી. માણસોની મેદનીથી પણ શહેર એવી રીતે હલમલી રહ્યું હતું. હવે યથા સમયે શહેરથી થોડેક દૂર તંબુ નાખીને પરીવાર સહિત રહેલા ભાવડશાહ પણ તૈયાર થયા, લશ્કરી ટુકડી તો શહેરમાં આવી પહોંચી હતી. સુબા, અમલદારે, ટામેટા નાગરીકે, અને રાજમાન્ય પુરૂ વગેરે દીવસ ઉદય થતાંજ ભાવડશાહના તંબુમાં આવી પહોંચ્યા હતા. સૈન્યના અમલદારે, નાનામોટા નાયક, સર નાયકેની ઘોડેસ્વારી લોકેનું ધ્યાન ખેંચી રહી હતી જોડેસ્વાર પલટન પણ તૈયાર થઈ સલામ આપવાને હાજર હતી. લશ્કરી વાજીંત્રના મધુરા સૂરથી ધરામાં પણ ચેતન્યતા પ્રગટ થતી જણાતી હતી. સિવાય બીજા પણ અનેક પ્રકારનાં વાજીંત્ર પ્રેક્ષકોના આનંદમાં વૃદ્ધિ કરી રહ્યા હતાં.
એ સ્વારી જેવાનાં લેકનાં મન અધીરાં થયેલાં, એ લોકેના વૈર્યની પૂરેપૂરી કસોટીને અંતે સ્વારી નીકળી, ઠેઠ નગરના મુખ્ય દરવાજા આગળ આવી પહોંચી. એ પ્રવેશદ્વારની શોભામાંય શું ખામી હેય, બધે જરીના ચંદુવાથી મઢી લેવામાં આવેલો, ધ્વજા તેરણથી સુશોભિત, અનેક મધુરી ઘુઘરીના મંદમંદ વાયુના ગે થતા રણકાર સર્વેને