________________
(૧૪) “ખેટ ! અને તે વળી શાની?” “એકાદ પુત્ર રત્નની પારણું ઝુલાવવાની.”
શેઠાણીનાં વચન સાંભળી ભાવડશાહ ચમક્યા. “એ જ્ઞાની મુનિઓનાં કથન શું ભૂલી ગયાં, જ્ઞાનીનું વચન સત્યજ થશે, તમને ભાગ્યવંત પુત્ર થશે, વિશ્વાસ રાખે. આટલી બધી અધીરાઈ શી ? ”
એ જ્ઞાનીનું વચન હું ભૂલી નથી. છતાંય કાંઈ સમજાતું નથી કે એ કેવી રીતે સત્ય થશે, હવે તો આપણું યુવાની પણ જતી રહેવા લાગી. જેથી મનમાં અધીરાઈ રહેજ?”
શેઠાણીનાં નિ:શ્વાસ ભરેલાં વચન સાંભળી ભાવડશાહ પણ વિચારમાં પડી ગયા. પિતાના ધર્મની રક્ષા કરવામાં, દેવગુરૂની ભક્તિ કરવામાં, અને રાજકાર્યની વ્યવસ્થામાં એ વિચાર તરફ હજી ખ્યાલ થયો નહોતો. અનાયાસે આજે આ વાત કાન ઉપર આવી હતી. એ વાતની ઉણપ એમને પણ અવશ્ય જણાઈ હતી. જ્ઞાનીનું વચન ક્યારે સિદ્ધ થાય. એવી અધીરાઈ એમને પણ વધી.
શેઠને વિચારમાં પડેલા જોઈ શેઠાણી બોલ્યા, “મેં નહેતું કહ્યું કે એ સાંભળીને આપને પણ વૃથા સંતાપ થશે.”
ભાવડશાહ તરતજ વિચારતંદ્રામાંથી જાગૃત થયા.