________________
( ૧૧ )
વૃદ્ધ દરેક મનુષ્યનાં હે મીઠાં કરવામાં આવ્યાં. બધેય આનંદની અનેરી ઝાંખી સિવાય બીજું કાંઈ નહતું. ભાવડશાહે પુત્રને એ રીતે મેટે જન્મ મહોત્સવ કર્યો.
બાર દિવસ થયા એટલે સુતિકાકર્મ કર્યા પછી સગાં સબંધીને તેડી તેમને જમાડી સંતોષી બાલકના નામ સંસ્કાર વિધિ ક્ય. એની અનુમતિથી એ બાલકનું જાવડ એવું નામ પાડવામાં આવ્યું. ચંદ્રમાની કાંતિસમાન એ બાળકની કાંતિ અદભુત હતી. આ બાલસ્મિત, બાલચેષ્ટા, નાના પણ સુંદર કમલ હાથપગ આદિક અવયની હલન ચલનનીચેષ્ટા કંઈ અનેરાજ હતાં. બાળકને ઉચિત જૈન શૈલી પ્રમાણે એ બાલકના એકપછી એક સંસ્કાર કરવામાં આવ્યા. એને જોતાંજ દરેકનું મન આર્થાતું હતું, દાસીઓ, સખીઓ, અને કુલની સ્ત્રીઓ એને રમાડવામાં આનંદ માનવા લાગી. વિશેષ કરીને એ બાળક માટે ખાસ ધાવમાતાઓ રાખવામાં આવી. એ ધાવમાતાઓથી તેમજ અન્ય સ્ત્રી સમુદાયથી લાલનપાલન કરાતો બાલક વૃદ્ધિ પામવા લાગ્યો.
અમારા પ્રકાશને ઉપરાંત દરેક જૈન સંસ્થાનાં પુસ્તકો અમારે ત્યાંથી સસ્તાં મળી શકે છે.
લખે–જૈન સસ્તી વાંચનમાળા
પાલીતાણું, (કાઠીયાવાડ)