________________
(૧૨૬) જાડવશાહને એગ્ય જાણીને ભાવડશાહે પિતાને સમસ્ત ભાર ધીરે ધીરે સેંપી દીધું અને પોતે નિવૃત્ત થયા. પિતાની પણ હવે અવસ્થા થયેલી હોવાથી દરેક બાબતમાં જોઈએ તેવું સ્થાન નહોતું અપાતું. તેથી હવે વ્યવહારિક પ્રવૃત્તિમાંથી મુકત થઈ એક ધમ પ્રવૃત્તિમાં જ ધ્યાન આપવા માંડયું. એવી રીતે માતાપિતાને એ સુપુત્ર વ્યવહારમાંથી મુક્ત કરી આસ્તે આસ્તે ધર્મ માર્ગમાં સ્થાપન કરી દીધાં.
છતાંય હજી માતાપિતાને એક મહાન્ આશા હતી. જગતના પ્રાણીની આશાઓને ક્યારે પણ અંત આવે છે. એક આશા પુરી થઈ કે બીજી આશા તૈયાર જ હોય. તે પણ ધમીપણાને લઈને તેમજ પૂર્વના કોઈ શુભ સંગોને લઈને વિધિ એમને અનુકુળ હોવાથી સર્વે ઈચ્છાઓ એમની પુરી થતી હતી. તોય હજી માત્ર એકજ ઈચ્છા એમને બાકી હતી. હવે તે આ અવસ્થાએ એમની આટલી ઈચછા પૂર્ણ થાય તો સારું. પછી વિધિ ઈચ્છા હોય તો ચારિત્ર લેવાની એમની આકાંક્ષા હતી. આ સંસારમાં એમણે સંપૂર્ણ ધનનું સુખ ભગવ્યું. હવે છેલ્લે ચારિત્ર ઉદય આવે તે કેવી મોટા ભાગ્યની વાત !
તેમની એ ઈચ્છા માત્ર એકજ, અને તે પુત્ર વધુનું હે જેવાની. કન્યાઓનાં માગાં તો ઘણય આવતાં હતાં પણ લાયક પુત્રને યોગ્ય કઈ ગુણવંતી ગૌરી મલી આવે